ગુજરાત NMMS સ્કોલરશીપ 2022
ગુજરાત NMMS સ્કોલરશીપ 2022
જાહેરાત ક્રમાંક રાપબો/NMMS/2022/9113-67 પોસ્ટ ટાઈટલ ગુજરાત NMMS સ્કોલરશીપ 2022 પોસ્ટ નામ નેશનલ મીન્સ-મેરીટ સ્કોલરશીપ યોજના 2022 મળવાપાત્ર શિષ્યવૃત્તિ 4 વર્ષના કુલ 48000/- રૂપિયા અરજી કરવાની છેલ્લી તારીખ 05 નવેમ્બર 2022 સત્તાવાર વેબ સાઈટ www.sebexam.org અરજી પ્રકાર ઓનલાઈન
જાહેરાત ક્રમાંક | રાપબો/NMMS/2022/9113-67 |
પોસ્ટ ટાઈટલ | ગુજરાત NMMS સ્કોલરશીપ 2022 |
પોસ્ટ નામ | નેશનલ મીન્સ-મેરીટ સ્કોલરશીપ યોજના 2022 |
મળવાપાત્ર શિષ્યવૃત્તિ | 4 વર્ષના કુલ 48000/- રૂપિયા |
અરજી કરવાની છેલ્લી તારીખ | 05 નવેમ્બર 2022 |
સત્તાવાર વેબ સાઈટ | www.sebexam.org |
અરજી પ્રકાર | ઓનલાઈન |
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા NMMS સ્કોલરશીપ પરીક્ષાનું નોટીફીકેશન 07 ઓક્ટોબર 2022ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ 11 ઓક્ટોબર 2022 થી 05 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન ભરી શકશે. જે વિદ્યાર્થી આ પરીક્ષાના મેરીટમાં સિલેકશન થશે તેમને માસિક રૂ. 1000/- ના લેખે વાર્ષિક 12000 રૂપિયા મુજબ 4 વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર થશે.
MMS પરીક્ષા 2022
કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા NMMS પરીક્ષાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષામાં ધોરણ 8માં ચાલુ વર્ષે અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓનલાઈન અરજી કરી શકશે. શિષ્યવૃત્તિ મેળવવા માટે પાત્રતા કોણ ધરાવે છે તેની તમામ માહિતી માટે NATIONAL SCHOLARSHIP PORTALમાં આપેલી સુચનાઓ અવશ્ય વાંચવી.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. શિષ્યવૃત્તિ સંબંધિત રાજ્ય પરીક્ષા બોર્ડ જવાબદાર રહેશે નહી.
જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત / મહાનગરપાલિકાની / નગરપાલિકાની શાળા) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાથી NMMSની પરીક્ષા આપી શકશે.
જનરલ કેટેગરી તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીએ ધોરણ 7માં ઓછામાં ઓછા 55% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ. અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત (ST) વિદ્યાથીએ ધોરણ 7માં ઓછામાં ઓછા 50% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ.
ખાનગી શાળાઓ (પ્રાઇવેટ શાળા / સેલ્ફ ફાઈનાન્સ શાળા), કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર / રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહી.
આવક મર્યાદા
એન.એમ.એમ.એસ.ની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક રૂ. 3,50,000/-થી વધારે નાં હોવી જોઈએ. વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણિત નકલ અવશ્ય જોડવાની રહેશે. (સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો રહેશે)કેટેગરી
- પી.એચ.એસ.સી. તથા એસ.ટી. કેટેગરીર વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂ. 50/- રહેશે.
- સર્વિસચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે.
- કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહી.
પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ
કસોટી પ્રકાર પ્રશ્ન ગુણ સમય MAT બૌધિક યોગ્યતા કસોટી 90 90 90 મિનીટ SAT બૌધિક યોગ્યતા કસોટી 90 90 90 મિનીટ
ગુજરાત NMMS સ્કોલરશીપ 2022
કસોટી પ્રકાર | પ્રશ્ન | ગુણ | સમય |
MAT બૌધિક યોગ્યતા કસોટી | 90 | 90 | 90 મિનીટ |
SAT બૌધિક યોગ્યતા કસોટી | 90 | 90 | 90 મિનીટ |
અભ્યાસક્રમ
MAT બૌધિક યોગ્યતા કસોટી 90 પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદ્રશ્ય (Analogy), વર્ગીકરણ (Classification), સંખ્યાત્મક શ્રેણી (Numerical Series), પેટર્ન (Pattern Perception), છૂપાયેલ આકૃતિ (Hidden Figure) વગેરેનો સમાવેશ થાય છે. SAT બૌધિક યોગ્યતા કસોટી 90 પ્રશ્નોમાં ધોરણ 7 અને ધોરણ 8ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે.
ધોરણ 7 માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે.
ધોરણ 8 માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમસત્રનો અભ્યાસક્રમ રહેશે.
ગુજરાત NMMS સ્કોલરશીપ
MAT બૌધિક યોગ્યતા કસોટી | 90 પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદ્રશ્ય (Analogy), વર્ગીકરણ (Classification), સંખ્યાત્મક શ્રેણી (Numerical Series), પેટર્ન (Pattern Perception), છૂપાયેલ આકૃતિ (Hidden Figure) વગેરેનો સમાવેશ થાય છે. |
SAT બૌધિક યોગ્યતા કસોટી | 90 પ્રશ્નોમાં ધોરણ 7 અને ધોરણ 8ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે. ધોરણ 7 માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે. ધોરણ 8 માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમસત્રનો અભ્યાસક્રમ રહેશે. |
જરૂરી ડોક્યુમેન્ટની યાદી
- ઓનલાઈન ભરેલ આવેદનની પ્રિન્ટ
- ફી ભર્યાનું ચલણ (માત્ર SEB કોપી)
- આવકના દાખલાની પ્રમાણિત નકલ
- ધોરણ 7 માર્કશીટ
- જાતિના પ્રમાણપત્રની નકલ
- વિકલાંગતા અંગેના પ્રમાણપત્રની નકલ (જો લાગુ પડતું હોય તો)
- અન્ય માહિતી માટે જાહેરાત વાચક્ષા
- પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. તારીખ 11/10/2022 થી 05/11/2022 સુધી www.sebexam.org પરથી ઓનલાઈન અરજી કરી શકાશે.
NMMS પરીક્ષા 2022 અગત્યની તારીખો
- જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ : 07/10/2022
- ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો : 11/10/2022 થી 05/11/2022
- પરીક્ષા માટે ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો : 11/10/2022 થી 10/11/2022
- શાળા દ્વારા ભરાયેલ ફોર્મ તાલુકા પ્રાથમિક કચેરીમાં જમા કરાવવાની તારીખ : 14/11/2022
- પરીક્ષા તારીખ : ડિસેમ્બર 2022/જાન્યુઆરી 2023 માસ (સંભવિત)
નોંધ : ફોર્મ ભરતા પહેલા સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચો
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
NMMS પરીક્ષાનું પૂરું નામ શું છે?
નેશનલ મીન્સ-મેરીટ સ્કોલરશીપ પરીક્ષા 2022 છે.
NMMS પરીક્ષા કોના દ્વારા લેવામાં આવે છે?
NMMS પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવે છે.
NMMS પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
NMMS પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 05/11/2022 છે.
No comments