Header Ads


JOIN US ON WHATSAPP Join Now

ડિજિટલ સુવિધાઓના લોકાર્પણ અને ખાતમૂહુર્ત

પ્રતિ, 
(૧) જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટરશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જિ.તમામ  
(ર) જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિ. તમામ
(૩) એડી. જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટરશ્રી અને શાસનાધિકારીશ્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,
       કોર્પોરેશનઃ અમદાવાદ, રાજકોટ, સુરત

આગામી તા.27.09.2023 બુધવારના રોજ માન. વડાપ્રધાનશ્રીના અધ્યક્ષસ્થાને *મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત રાજ્યની શાળાઓમાં વિવિધ માળખાકીય અને ડિજિટલ સુવિધાઓના લોકાર્પણ અને ખાતમૂહુર્ત* માટેનો કાર્યક્રમ *છોટાઉદેપુર જિલ્લાના  મુ.બોડેલી* ખાતે આયોજિત કરવામાં આવેલ છે.


આ કાર્યક્રમનું BISAG – વંદે ગુજરાત ચેનલ ઉપરાંત *સમગ્ર શિક્ષા-ગુજરાતની YouTube ચેનલ “Gujarat e-Class”* ના માધ્યમથી પણ *તા.27.09.2023ના રોજ બુધવાર બપોરે 12:15* કલાકેથી જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે. જેની લીંક આ મુજબ છેઃ https://shorturl.at/wyCGK

આપના તાબા હેઠળની *તમામ શાળાઓમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, સમુદાયના આગેવાનો અને મહાનુભાવો માન. વડાપ્રધાનશ્રીના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા શાળા કક્ષાએ જરૂરી સૂચના અને આદેશ કરવા આજ્ઞાનુસાર વિનંતી છે.* 


જે શાળાઓમાં સ્માર્ટ ક્લાસની સુવિધા છે ત્યાં ગામ લોકો અને સ્થાનિક મહાનુભાવો સ્માર્ટ ક્લાસની ઉપયોગથી મોટી સ્ક્રીન પર પ્રસારણ નિહાળી શકે તે સુનિશ્તિત કરવાનું રહેશે.

No comments

Powered by Blogger.